
અકસ્માત ગ્રસ્ત સ્કોડા કાર માથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો મળી આવતાં લોકોએ લુટ મચાવી..
પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળ ની તજવીજ હાથ ધરી..
પાટણ તા. 7
પાટણ સિદ્ધપુર રોડ પર પુનાસણ પાસે મંગળવારે સ્કોડા કાર અને ઇકો કાર વચ્ચે અકસામત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાર ઈસમો ઈજાગ્રસ્ત બન્યા હતા તો અકસ્માત ગ્રસ્ત સ્કોડા કાર મા વિદેશી દારૂ નો જથ્થો હોય લોકો એ વિદેશી દારૂની બોટલો, બિયરના ટીનો ની લુટફાટ કરી હતી તો બનાવની જાણ પોલીસ ને થતાં ધટના સ્થળે દોડી આવી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી.


પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતમાં બનાવો સર્જાતા હોય છે ત્યારે કેટલાક બુટલેગરો પણ પોતાના ખાનગી વાહનોમાં મોટા પાયે દારૂની હેરાફેરી કરવા માટે પોતાના વાહનો પોલીસની નજર ચૂક કરી હાઇવે વિસ્તાર પર પૂરપાટ દોડાવતા હોય છે અને આવા વાહન ચાલકો ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે આવો જ એક અકસ્માતનો ભોગ મંગળવારના રોજ સિદ્ધપુર હાઇવે પર સ્કોડા કારમાં દારૂની ખેપ મારી રહેલ ચાલકે માર્ગ પરથી પસાર થતી eeco કાર સાથે અકસ્માત સર્જતા ઈકો ગાડીમાં બેઠેલા ચાર મુસાફરોને ઇજાઓ થવા પામી હતી જ્યારે સ્કોડા કાર નો ચાલક પોતાની કાર ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી સ્કોડા કારમાં રહેલા દારૂના તેમજ બિયરના જથ્થા ની લૂંટપાટ મચાવી હતી તો બનાવના પગલે પોલીસને જાણ થતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી આગળની તજવીજ હાથ ધરી હતી.