પાટણ જિલ્લા ભાજપ કાયૉલય ખાતે આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી બેઠક યોજાઈ..

પ્રદેશ સંગઠન મહામંત્રી સહિત ભાજપના આગેવાનો દ્રારા ચુટણી લક્ષી માગૅદશૅન અપાયું.

પાટણ તા.15
આગામી લોકસભા ની ચુટણી ને અનુલક્ષીને બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, જયંતીભાઈ કવાડિયા, જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત અપેક્ષિત હોદ્દેદારો, કાયૅ કરો ઉપસ્થિત રહ્યા હતા.


બેઠકમાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનો દ્રારા આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભાની બેઠક વધુમાં વધુ લીડ થી જીતવા માટે ચુટણી લક્ષી માગૅદશૅન સાથે હાકલ કરવામાં આવી હતી.