
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની જાતે રસોઈ બનાવી રસોઈ ડે માં ભાગ લીધો..
MSCIT વિભાગના હેડ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિવિધ ડે ની ઉજવણીને સફળ બનાવવા જહેમત ઉઠાવી..
પાટણ તા.15
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
ત્યારે ફેબ્રુઆરી માસમાં વિવિધ ડે ની ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસી આઈટી વિભાગ દ્વારા સાપ્તાહિકી વિવિધ ડેની ઉજવણી સોમવાર થી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ટ્રેડિશનલ ડે ના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓએ જગતની જગદંબાની આરાધના સમા રાસ ગરબાની ટ્રેડિશનલ પહેરવેશ માં રમઝટ મચાવી હતી. જ્યારે બીજા દિવસે પુલવામાં શહીદ થયેલા વીર જવાનોની યાદમાં બ્લેક-ડે સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ સાથે રૂમ શુશોભન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે બુધવારના રોજ ભારતીય પરંપરા ની વિવિધ વાનગીઓ બનાવી વાનગી ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ પોતાના હાથે વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી.
આવતીકાલે સ્પોર્ટ્સ ડે અંતગૅત ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ જેવી વિવિધ રમતો દ્રારા સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવનાર હોવાનું વિભાગના હેડ ડો.ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ એસ સી આઈ ટી વિભાગ દ્વારા આયોજિત કરાયેલા સાપ્તાહિક ડે ની ઉજવણી ના કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર હેત ત્રિવેદી, વિરલ વ્યાસ, જીગ્નેશ પટેલ,તુષાર પરીખ, નિમેષ મોદી, હિનલ પ્રજાપતિ, રોહિત પ્રજાપતિ સહિતના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી છે.