નાણાં મંત્રીએ રજૂ કરેલા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ જાણો શું છે વિભાગીય સરવૈયું, કયા વિભાગને કેટલી થઈ ફાળવણી

ગુજરાત વિઘાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા આજે કુલ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટની ફાવણી વિવિધ વિભાગીય કામગિરી માટે જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે જુદા-જુદા વિભાગોને આ બજેટની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં પણ શિક્ષણને સૌથી વધુ 43 હજાર કરોડ બીજા નંબર પર આરોગ્યને ફાળવણી કરવામાં આવી છે. 

કુલ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેનું સરવૈયું 

– માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૨૫૭ કરોડની જોગવાઇ

– સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ

– મહેસૂલ વિભાગ માટે કુલ  ૫૧૪૦ કરોડની જોગવાઇ

-કાયદા વિભાગ માટે કુલ ₹૨૦૧૪ કરોડની જોગવાઇ

-ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ

-ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ૯૩૭ કરોડની જોગવાઇ

– વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૨૦૬૩ કરોડની જોગવાઇ

– પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે ૨૦૭૭ કરોડની જોગવાઇ 

– ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૮૫૮૯ કરોડની જોગવાઇ

– કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૧,૬૦૫ કરોડની જોગવાઇ

– વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઇ

– પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઇ

– જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ

– બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૩૫૧૪ કરોડની જોગવાઇ

– માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૨૦,૬૪૨ કરોડની જોગવાઈ

– ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૮૭૩૮ કરોડની જોગવાઇ

– શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૧૯,૬૮૫ કરોડની જોગવાઇ

– પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ

– રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹૫૬૮ કરોડની જોગવાઇ

– રમતગમત ક્ષેત્રે ૩૨૦ કરોડની જોગવાઇ

– અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઇ

– મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ

– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ

– શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ

– શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ ૨૫૩૮ કરોડની જોગવાઇટ

– આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઇ

– સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઇ