માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર..

પાટણ તા. 25
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે પાટણ જિલ્લામાં આવેલું ભારતવર્ષનું એક માત્ર માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય ” માતૃ વંદના” ઉત્સવ 2023 નો સિદ્ધપુરની ગોવર્ધન પાર્ક સોસાયટી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ‘માતૃ વંદના ઉત્સવ-2023’ ની ઉજવણી પ્રારંભે સંગીતજ્ઞ-વ-અને કલાકાર વૃંદ પ્રહર વોરાએ પોતાના ગીતોથી સિદ્ધપુર વાસીઓનું મન મોહી લીધુ હતુ.

’આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે “માતૃવંદના” ઉત્સવ – 2023નું આયોજન કરવામાં આવ્યું હોય માતૃવંદના ના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટી, સિદ્ધપુર નગર પાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી ડીએમ. સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, વિવિધ અધિકારીઓ, સંગીતજ્ઞ-વ-કલાકાર વૃંદ પ્રહર વોરા તેમની સાથે ગાયક કલ્યાણીબેન, તેમજ સિદ્ધપુરની જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.