પાટણ સબ જેલ રોડ થી સુજનીપુર ગામને જોડતા માગૅ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર ને સુચિત કરાયા.

પાટણ તા.26
પાટણના સુજનીપુર ગામે સબ જેલ રોડથી સુજનીપુર ગામ તરફના માગૅ પર ભરાઈ રહેતા વરસાદી પાણીનો નિકાલ કરવા બાબતે ની પાટણ તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન દ્વારા તંત્ર ને લેખિત રજુઆત કરવામાં આવી હતી.
જે રજુઆત ના પગલે પાટણ નાયબ કલેકટ કલેકટર ની કચેરી પાટણ દ્વારા પાટણ કાર્યપાલક ઈજનેર, માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત પાટણ અને ચીફ ઓફિસર પાટણ નગરપાલિકાને નિયમો નુસાર સ્થળ તપાસી યોગ્ય કાર્યવાહી કરી અહેવાલ રજુ કરવા પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું પાટણ તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમારે જણાવ્યું હતું.