
પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશ ઉતારી પીએમ ખાતે ખસેડી વાલી વારસો ને લાશ સોપી તપાસ ના ચક્રો ગતિમાન કયૉ..
પાટણ તા. 26
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના પાટીયા પાસે રવિવારે સાંજે ગંગોત્રી પેટ્રોલ પંપની સામેના ભાગે બાવળની ઝાડી મા કોઈ વ્યક્તિ ની લાશ લટકતી હોવાની જાણ પોલીસને થતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશ ને ઉતારી પીએમ ખાતે મોકલી આપી તેના વાલી વારસો ને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ રવિવારે સાંજના સમયે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના પાટીયા પાસે ગંગોત્રી પેટ્રોલ પંપ સામે બાવળોની જાડીમાં કોઈ અજાણ્યા પુરુષની લટકતી લાશ મળી આવી હોવાનું માલુમ પડતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તો આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશને નીચે ઉતારી એનું પંચનામુ કરી પીએમ અર્થ રાધનપુર હોસ્પિટલ ખાતે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.
મૃતક ઈસમ ની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હોવાની બાબતને લઈને રાધનપુર પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન બનાવતા મૃતક ઈસમ દેવાભાઈ રામચંદ ભાઈ ઠાકોર રહે ધાડવડા તાલુકો દિયોદર, જીલ્લો બનાસકાંઠા વાળાની હોવાનું જાણવા મળતા પોલીસે તેના પરિવારજનો ને બનાવની સઘળી હકીકત આપતા પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચતા મૃતક ઈસમની લાશ નુ પીએમ કયૉ બાદ લાશ વાલી વારસો ને સોંપી પોલીસે આગળની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.