પાટણ જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું..

ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સાતલપુર ની ટીમ વિજેતા બની..

પાટણ તા. 27
જીલ્લા પંચાયત પાટણ દ્વારા રક્તપિત્ત મુક્ત પાટણ અંતર્ગત આપણો જીલ્લો સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ રક્તપિત્ત મુક્ત બને તેના સંદર્ભમાં ક્રિકેટ મેચનું આયોજન પાટણ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સિધ્ધપુર મુકામે કરવામાં આવ્યું હતું જેમા પંદર જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

આ ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચમાં સાંતલપુર ઈલેવન અને આર બી એસ કે ઈલેવન વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં સાંતલપુર ઈલેવન નો ભવ્ય વિજય થતાં વિજેતા ટીમના કપ્તાનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં સ્ટેટ ક્વોલિટી મેડીકલ ઓફિસર ડો સુરેન્દ્રસિહ ચૌહાણ, મિતેષભાઈ, અલ્પેશભાઈ, દિલિપભાઈ સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.