પાટણ ની તપોવન સ્કૂલ, વિઝ્ડમ પ્રિ- સ્કૂલ, કિડ્સ કિંગડમ સ્કૂલ, કેકારવ સ્કૂલ અને લિટલ સ્ટાર સ્કૂલનો વાર્ષિકોત્સવ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાશે.

તા.1 માચૅ થી તા.4 થી માર્ચ સુધી યોજનારા વાર્ષિકોત્સવમાં વિવિધ સાસ્કૃતિ કાર્યક્રમો શાળા ના વિદ્યાર્થીઓ દ્રારા પ્રસ્તુત કરાશે..

પાટણ તા. 28
શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું ઘડતર કરતી શહેરની તપોવન સ્કૂલ, વિઝ્ડમ પ્રિ-સ્કૂલ, કિડ્સ કિંગડમ સ્કૂલ,કેકારવ સ્કૂલ અને લિટલ સ્ટાર સ્કૂલના સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક શકિત ને ઉજાગર કરવા આગામી તા.1 લી માર્ચ થી તા.4 થી માચૅ એમ 4 દિવસીય શાળાના વાર્ષિકોત્સવ નું સુંદર આયોજન યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સાંજના 7 -00 કલાક થી કરવામાં આવ્યું હોવાનું શાળાના મુખ્ય સંચાલક હાર્દિકભાઈ રાવલે જણાવ્યું હતું.

તપોવન સ્કૂલ, વિઝ્ડમ પ્રિ- સ્કૂલ, કિડ્સ કિંગડમ સ્કૂલ, કેકારવ સ્કૂલ અને લિટલ સ્ટાર સ્કૂલ ના ચાર દિવસીય આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો દ્વારા રાસ ગરબા, ડાન્સ સાથે દેશભક્તિ ની થીમ સાથે મનોરંજનના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

શાળા પરિવારના આ વાર્ષિકોત્સવ ને સફળ બનાવવા શાળાના સંચાલક મંડળ સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો શાળાના બાળકોએ પણ પોતાની અથાગ મહેનત દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કાર્યક્રમો રજૂ કરી પોતાની આંતરિક શક્તિઓને ઉજાગર કરનાર હોવાનું શાળાના મુખ્ય સંચાલક હાર્દિકભાઈ રાવલે જણાવ્યું હતું.