
સમાજના મહિલા મંડળની બહેનોએ ભક્તિ સંગીતના સૂરો વચ્ચે રાસ-ગરબા સાથે કીર્તનની જમાવટ કરી..
પાટણ તા. 28
ધર્મની નગરી પાટણ શહેરમાં દરેક ધર્મોના અને સમાજના ધાર્મિક તહેવારો ની ભક્તિ સભર માહોલ માં ઉજવણી કરવામાં આવતી હોય છે.
ત્યારે શ્રી પાટણ દશા દિશાવાળ મહિલા મંડળ ની મહિલાઓ દ્વારા સોમવારના રોજ શહેરના વલ્લભ વાડી ખાતે ઠાકોર જી ના સુખાર્થે હોલી રસિયા નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સમાજ ની મહિલા મંડળની બહેનો એ ઉત્સાહ સભર ભાગ લઈને ઠાકોરજીના સુખાર્થે હરેશભાઈ પરીખ અને અનિલભાઈ શાહના સંગીતના શું મધુર સૂરો વચ્ચે રાસ ગરબા ની રમઝટ અને સુંદર કીર્તનો સાથે પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

આ ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવવા દશા-દિશાવાળ મહિલા મંડળ પાટણના આશ્લેષાબેન પરીખ, વંદનાબેન, જેતલ
બેન, સ્મિતાબેન, નીતાબેન, પારુલ બેન સહિત ની બહેનોએ જહેમત ઉઠાવી હતી.