પાટણની જીવરાજ પાકૅ નજીક ની કેનાલમાં ગંદકી ખદબદતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત..

પાલિકા દ્વારા કેનાલ ની ગંદકી સાફ કરી ફોગીગ મશિન દ્રારા દવાનો છંટકાવ કરવા માગ..

પાટણ તા. 28
પાટણના પદમનાથ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટી પાસેની કેનાલમાં ફેલાયેલી અસહ્ય ગંદકી ના કારણે મચ્છર જન્ય જીવજંતુઓ નો ઉપદ્રવ વધતા વિસ્તાર ના લોકો મા રોગચાળો ફેલાવી ભીતી સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ કેનાલમાં ફેલાયેલી ગંદકી તાત્કાલિક અસરથી દુર કરી જંતુનાશક દવાનો છંટકાવ કરાવે તેવી માગ વિસ્તારના રહિશો મા ઉઠવા પામી છે.

પાટણના પદમનાથ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટી પાસે વિલાજ પાર્ટી પ્લોટ નજીક થી પસાર થતી કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી ભયંકર ગંદકી ફેલાયેલી છે અને તેના કારણે મચ્છરો સહિત ના જીવજંતુઓ નો ઉપદ્રવ ખૂબ જ વધ્યો હોય આસપાસ ની સોસાયટીના રહીશો મા રોગચાળો ફેલાય તેવો ડર સેવાઈ રહ્યો છે તો આ બાબતે આ વિસ્તારના નગર સેવકોની નિષ્ક્રિય કામગીરી ને લઇ લોકો મા રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કેનાલમાં ફેલાયેલી ગંદકી ની તાત્કાલિક ધોરણે સાફ સફાઇ કરાવી વિસ્તારમાં ફોગિંગ મશીન થી દવા છંટકાવ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.