યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિ કિંગ અવરનેસ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 28
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના કન્વેન્શન હોલ ખાતે મંગળવારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ દ્રારા હ્યુમન ટ્રાફીકીંગ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ના.પો.અધિક્ષક કે.કે.પંડ્યા તથા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતી સહિત LCB, SOG, AHTU, સાયબર સેલ, મીસીંગ સેલ તથા પો.સ્ટે.ના થાણા અધિકારીઓ, કર્મચારી તથા યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત અધિકારીઓ દ્રારા હ્યુમન ટ્રાફીકીંગની તપાસ કરતા અધિકારી ઓને સંવેદનશીલ થઇ અસરકારક કામગીરી કરવા સુચન કરવામાં આવ્યુ હતુ તેણજ વિદ્યાર્થીઓને હ્યુમન ટ્રાફીકીંગ તથા બાળ મજુરી તથા બાળવિવાહ અને માનવ અધિકાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.