પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો જવાબ

પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે  આ મામલે પ્રથમ વખત પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, યુવાનો ભવિષ્ય માટે જે કરવાનું થશે તે સરકાર કરશે.  શંકર ચૌધરીએ પણ ટકોર કરતા કહ્યું હતું કે, નિયમથી આ ગૃહ ચાલે છે. 

વિધાનસભામાં ગૃહમાં બે દિવસથી પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને ચ મુદ્દાઓ ઉઠી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ પ્લે કાર્ડ સાથે વિરોધ કરતા ગૃહમંત્રીના રાજીનામાની વાત કરી હતી અને ભરતી કૌભાંડ બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસે હોબાળો જારી રાખતા પ્લે કાર્ડ સાથે વિરોધ કરતા સીએમએ આપ્યો જવાબ
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવતા સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે જવાબ આપતા કહ્યું કે, હોબાળા માટે ગૃહ નથી યુવાનો માટે જે કરવું હોય તે કરવા માટે સરકાર તૈયાર છે.જે ગેરપ્રવૃત્તિ રોકવી જોઈએ તે રોકવાની તાકાત સરકારમાં છે તેમ તેમણે કહ્યું હતું. તે છતાં કોંગ્રેસે હોબાળો જારી રાખતા પ્લે કાર્ડ સાથે વિરોધ કરતા, ભરતી કૌભાંડ બંધ કરોના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, સાથી પક્ષોને જે કરવું છે તે કરવા માટેનું આ ગૃહ નથી. શંકર ચૌધરીએ પણ ટકોર કરતા કહ્યું હતું કે, નિયમથી આ ગૃહ ચાલે છે. 

કોંગ્રેસ દ્વારા ગૃહમાં આ મામલે ચર્ચાની માંગ કરી
પીએસઆઈ ભરતીને લઈને કોંગ્રેસ આજે સવારથી જ આકરા પાણીએ જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા ગૃહમાં આ મામલે ચર્ચાની માંગ કરી હતી. નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાજપ તરફથી જવાબ રજૂ કરાયો હતો તો પ્લે કાર્ડ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ કરવામાં આવી હતી. સીએમ જવાબ આપે તેવી વાત કહેતા ભૂપેન્દ્ર પટેલે આ મામલે જવાબ ગૃહમાં રજૂ કર્યો હતો. નકલી પીએસઆઈ મયુર તળવી મામલે આ હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આ વાતથી કઈ રીતે અજાણ હતા ત્યારે રાજીનામાંની માંગ કરવામાં આવી હતી. 

જ્યારથી યુવરાજસિંહ દ્વારા આ મામલેચ પ્રેસ કોન્ફરન્સ કરીને ફોડ પાડવામાં આવી હતી ત્યારથી  પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને અનેક સવાલો સરકાર સામે થઈ રહ્યા છે. પેપર લીક બાદ ભરતી કૌભાંડ પર સવાલો ઉભા થયા છે.