પાટણ જિલ્લા પંચાયત ની અપીલ સમિતિ બેઠકમાં વિવિધ કેસોની સુનાવણી હાથ ધરાઈ.

પાટણ તા.1
પાટણ જિલ્લા પંચાયત ખાતે મંગળવારના રોજ જિલ્લા આયોજન સમિતિની બેઠક મળી હતી .જેમાં વિવિધ પ્રકારના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી .

જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા આયોજન સમિતિની બેઠક મા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં દબાણના પ્રશ્નો,યોજનાકીય કામો સહિત વિવિધ પ્રકારના કેસોની સુનાવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .

આ પ્રસંગે જિલ્લા નાયબ વિકાસ અધિકારી આર.કે.મકવાણા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ,અરજદારો, વકીલો ઉપસ્થિત રહ્યા હતા.