
સેવક પરિવારોના નિવાસ્થાને કિશનજી મહારાજે પાવન પગલાં કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા..
પાટણ તા. 2
પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પાટણના આંગણે રહેતા ભક્ત સેવકોના આમંત્રણ ને માન આપીને હરદ્વાર ના પરમ પૂજ્ય કિશનજી મહારાજ સહિતના સંતોએ પોતાના પાવન પગલાં કરી સેવક પરિવારને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
હરિદ્વાર ખાતે ઋષિકેશ રોડ પર દુધાધારી ચોકમાં આવેલા ઘનશ્યામ ભુવનના પરમ પૂજ્ય સંત શ્રી કિશનજી મહારાજના પાટણ સ્થિત અનેક સેવક પરિવારો રહે છે જેઓના આમંત્રણ ને માન આપીને પરમ પૂજ્ય કિશનજી મહારાજે પાટણ ખાતે સેવક પરિવારોને ત્યાં પધરામણી કરી હતી. ગુરુતુલ્ય પરમ પૂજ્ય કિશનજી મહારાજના આગમનને લઈને સેવક પરિવારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક સેવક પરિવારે પરમ પૂજ્ય કિશનજી મહારાજને પોતાના નિવાસ્થાને પધરામણી કરાવી ભેટ પૂજા અર્પણ કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
પરમ પૂજ્ય કિશનજી મહારાજે પણ સેવક પરિવાર ના પ્રેમ અને લાગણીને સહર્ષ સ્વીકારી સેવક પરિવારોને હરદ્વાર ખાતે પધારવાનું આમંત્રણ પાઠવ્યું હતું.