માણસા તાલુકાના હરણાહોડા ગામે શ્રી મહાકાળી માતાજી નો પાટોત્સવ પવૅ ઉજવાયો..

પ.પૂ.દોલતરામ બાપુ અને જુનાગઢ આશ્રમના સંત વિશ્વભારતીજી મહારાજે રૂડા આશીર્વાદ પાઠવ્યા..

પાટણ તા.2
નોરતા ના સંત શિરોમણી શ્રી દોલતરામબાપુ તથા જુનાગઢ આશ્રમના સંત.પ.પૂ. વિશ્વભારતીજી મહારાજ ના સાનિધ્યમાં માણસા તાલુકા ના હરણા હોડા શ્રી મહાકાળી માતાજી નો પાટોત્સવ પ્રસંગ બુધવારે આયોજિત કરવામાં આવ્યો હતો આ ધામિૅક પ્રસંગે વિવિધ ઉત્સવો સાથે ભજન સત્સંગ નો ભક્તિ સભર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભજન સત્સંગ ના આ ધામિૅક પ્રસંગે પ પૂ દોલતરામ બાપુ અને પ પૂ વિશ્વભારતજી દ્રારા મોડી રાત સુધી ગુરૂવાણી સાથે ભજન સત્સંગ ની રમઝટ જમાવી સમસ્ત હરણાહોડા ના ગ્રામજનોને મંત્રમુગ્ધ કયૉ હતા.

આ ધામિૅક પ્રોગ્રામ ની સાથે સાથે દોલતરામ બાપુ અને વિશ્વભારતીજી દ્વારા સેવક પરિવાર ને રૂડા આશીર્વાદ પાઠવી જીવનમાં સતસંગ નુ ભાથું બાંધી સેવા કાયૅમાં સહભાગી બનવા શીખ આપી હતી.