પાટણ યુજીવીસીએલ દ્વારા ટીવી કેબલ ઇન્ટરનેટ કેબલદૂર કરવા કેબલ ઓપરેટરોને અપાયેલ સમય અવધીમા વધારો આપવા માંગ કરી..

નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી..

પાટણ તા.3
નાયબ ઇજનેર ugvcl દ્વારા પાટણ શહેર વિભાગમાં જ કેબલ ઇન્ટરનેટ કેબલ જુદા જુદા સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા જે ઇલેક્ટ્રીક પૌલ ઉપર નાખવામાં આવેલ છે અને જે નડતર રૂપ છે તેવા કેબલ ને વીજ પોલ ઉપરથી દુર કરવાની કેબલ ઓપરેટરો ને નોટિસ બજાવવામાં આવેલ છે. નોટિસમાં જણાવ્યા મુજબ 30 દિવસમાં આ કામગીરી સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા પૂર્ણ કરવામાં આવે તેવી સુચના પણ આપવામાં આવી છે ત્યારે આ સમય અવધિ મા વધારો કરી આપવા શુક્રવારે પાટણ કેબલ ટીવી ઈન્ટરનેટ કેબલ સર્વિસ પ્રોવાઇડર ના સભ્યો દ્વારા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આ આવેદનપત્ર મા જણાવવામાં આવેલ છે કે યુજીવીસીએલ પાટણના અધિકારી કર્મચારીઓ દ્વારા વીજપોલ ઉપરના સંબંધિત કેબલ ને કોઈપણ જાતની સ્થળ ચકાસણી વિના આડેધડ રીતે કેબલને દૂર કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ તો સર્વિસ પ્રોવાઇડર્સને આર્થિક નુકસાન કરવાના બદ ઇરાદાથી કેબલના ટુકડે ટુકડા કરવાની જઘન્ય કામગીરી પણ કરવામાં આવી છે નડતર રૂપ કેબલ કે જે ટીવી નેટવર્ક ઈન્ટરનેટ નેટવર્ક માટે અત્યંત જરૂરી છે તેને દૂર કરવા માટેની સૂચના નોટિસ યોગ્યતાના આધારે તદ્દન વ્યાજબી છે.

પરંતુ તેમાં કોઈપણ જાતની બિનજરૂરી ઉતાવળ કે કિન્નાખોરી થાય તો તે અયોગ્ય ગણાય. હાલમાં અથવા નજીકના સમય માં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સીબીએસઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા આવનાર છે જેના અનુસંધાનમાં ઇન્ટરનેટ સુવિધા નો અભાવ કાંક વિદ્યાર્થીઓને નકારાત્મક અસર કરે તે હોય ત્યારે યુજીવીસીએલ દ્રારા આપવામાં આવેલ સમય અવધિ વધારી આપવામાં આવે તેવી માગ આવેદનપત્ર મા સર્વિસ પ્રોવાઇડર્સ દ્રારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.