યુનિવર્સિટી કેમ્પસ માં ચાલું શૈક્ષણિક કાયૅ દરમ્યાન ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ લદાયો..

કા. કુલપતિ દ્વારા તમામ વિભાગના વડા ને પરિપત્રકરી સિકયુરીટી એજન્સી ને પણ સુચિત કરાયા.

પાટણ તા. 3
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કેમેસ્ટ્રી વિભાગના છાત્રો દ્રારા રસ્તા ઉપર ડીજે ગોઠવી બેફામ અવાજ સાથે ગરબે ઘૂમતા અન્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાયૅ કરવામાં પડેલી હાલાકી મામલે કુલપતિ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ચાલુ શૈક્ષણિક દિવસ દરમિયાન લાઉડ સ્પીકર કે મોટા ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ બાબતે કા.કુલપતિ ડૉ. રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં ઘોઘાટ વાળાં કાર્યક્રમ શૈક્ષણિક કાર્યના દિવસ દરમિયાન ના કરવા ઉપરાંત રજાના દિવસે પણ ડીજે કે સંગીતના કાર્યક્રમ કરવા માટે રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી લેવી પડશે જો મંજૂરી વગર યુનિવર્સિટી કેમ્પસ માં આવા કાર્યક્રમ કરવામાં આવશે તો જે તે વિભાગના વડા કે વિધાર્થીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્ર કરી તમામ વિભાગના વડાને આપી તેનો ચુસ્ત અમલ થાય માટે સૂચિત કરવાની સાથે યુનિવર્સિટી ની સિક્યુરિટી એજન્સી ને પણ આ મામલે વોચ રાખવા જણાવ્યું છે