હનીટ્રેપ ના ગુનામાં નાસતા-ફરતા આરોપીને બાતમી ના આધારે પકડી પાડતી પાટણ LCB ટીમ..

પાટણ તા. 4
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ ગુનાઓ મા સંડોવાયેલ અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસ વડા ની સુચના મુજબ પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોધાયેલ હનીટેપ ના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી ઠાકોર બલાજી અનારજી રહે.મુળ.તાજપુર તા.સરસ્વતી જી.પાટણ હાલ રહે રાજપુર ગામની સીમમાં જી. પાટણવાળો પાટણ નવાગંજ બજારમાં આવેલ છે. જે હકીકત આધારે એલસીબી ટીમે ધટના સ્થળે પહોંચી ઉપરોક્ત આરોપીને પકડી આગળની કાર્યવાહી કરવા પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપવામા આવતાં વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે