ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી..

પ્રશિક્ષણ વગૅના ઇન્ચાર્જ અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલ સહિત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા. 17
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માલણકા ખાતે થી કરવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ’ના પ્રથમ સત્રમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની વિકાસ
યાત્રા’ વિષય પર સંબોધન કર્યું હતું.


આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલ સહિત પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.