પાટણ જનતા હોસ્પિટલ માં દાતા પરિવાર દ્વારા પાંચ વ્હીલ ચેરની ભેટ ધરાય..

જનતા હોસ્પિટલ પરિવાર દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરાયો..

પાટણ તા. 17
પાટણમાં રાહત દરે આરોગ્યની સેવા પૂરી પાડતી જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલમાં દાતાઓના સહકારથી જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવતી આરોગ્યની સુવિધામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જે સુવિધાઓ સંસ્થાના સંચાલકો દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડી આરોગ્યની ઉમદા સેવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે શુક્રવારના રોજ પાટણ જનતા હોસ્પિટલને સ્વ.અમિતકુમાર દેવીપ્રસાદ બ્રહ્મભટ્ટ (પાટણ) ના સ્મરણાર્થે તેમના પરિવારના આદિત્યભાઈ અને દિવ્યભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પાંચ વ્હીલ ચેર અપૅણ કરવામાં આવી હતી.દાતા પરિવાર દ્વારા જનતા હોસ્પિટલને પાંચ વ્હીલચેર ની ભેટ ધરતા જનતા હોસ્પિટલ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.