રાધનપુર તાલુકાના નાનાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્રારા સિંચાઈ નું અને પીવાના પાણી માટે પોકારો..

ઉનાળાની શરૂઆતમાં જ રાધનપુર તાલુકા પંથક ના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકાર ઉઠયા..

પાટણ તા. 17
પાટણ જિલ્લાના રાધનપુર પંથક માંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી વિસ્તારના લોકો પીવા અને ખેડૂતો પિયત માટે ઉપયોગ કરતાં હતા.પરંતુ છેલ્લા દોઢ માસથી રાધનપુર બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પંથકના લોકો સહિત ખેડૂતો ને પાણીની તકલીફ ભોગવવી પડી રહી છે.
રાધનપુર પંથકના ધરવડી, નાનાંપુરા,મઘાપુરા,શાહપુરસહિતના ગામોમાં છેલ્લા દોઢ મહીનાથી પાણીની સમસ્યા વિકટ બની હોય ખેડૂતો તેમજ પંથકના રહિશો દ્રારા કેનાલમાંતાત્કાલીક અસરથી પિયત માટે અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા પાણી છોડવાની માગ કરી છે.


તો આ બાબતે નર્મદા ના અધિકારીઓને પણ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન સેવી રહયું હોય જેને લઈને પંથકના ખેડૂતો સહિત ના લોકો મા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.તો આ બાબતે રાધનપુરના ધારાસભ્યને પણ રજુઆત કરી હોવા છતાં પાણી છોડવામાં નહીં આવતા ઉપરોક્ત વિસ્તારના લોકો અને પશુધન પાણી માટે તરસી રહ્યા છે.શુક્રવારે કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતો દ્રારા ખાલી કેનાલ
માં અધૅનગ્ન હાલતમાં ઉભા રહી તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી કેનાલમાં તાત્કાલીક અસરથી પાણી છોડવાની માગ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.