પાટણના રાધનપુર ભાભર હાઇવે માર્ગ પર બ્રેઝા કારમાં આગ ભભૂકી અફરા તફરી મચી..

આગ લાગતા ની સાથે જ ચાલક ગાડી માંથી બહાર નીકળી જતા આબાદ બચાવ…

રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકોએ હાથકારો અનુભવ્યો..

પાટણ તા.17
પાટણ જિલ્લાના રાધનપુર ભાભર હાઇવે માગૅ ઉપર આવેલ નંદી ગૌશાળા પાસેથી શુક્રવારે પસાર થઈ રહેલી બ્રેઝા ગાડી માં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠતા અફડા તફરીનો માહોલ સર્જાયો હતો. તો બ્રેઝા ગાડીમાં આગ લાગતા ની સાથે જ ચાલકે ગાડી રોડ પર ઉભી કરી ગાડી માંથી નીકળી જતા ચાલકનો આબાદ બચાવ થતા લોકોએ હાથકારો અનુભવ્યો હતો. આગની ઘટનાની જાણ રાધનપુર પોલીસ તેમજ રાધનપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરાતા ઘટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.


પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર ભાભર હાઇવે ઉપર નંદી ગૌશાળા પાસે બ્રેઝા ગાડી માં લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી તો આ મામલે રાધનપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.


રાધનપુર ભાભર હાઇવે પર બ્રેઝા ગાડીમાં લાગેલી આગના કારણે હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો ની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.જોકે ગાડીમાં લાગેલી આગના કારણે ગાડી સળગીને ભસ્મીભૂત બની હતી આ ઘટનામાં કોઈ જાન હાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.