પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ ભક્તિ સભર મહોલમાં પ્રસ્થાન પામ્યો..

પાટણ તા. 18
વર્ષોની પરંપરા અનુસાર ફાગણવદ અગિયારસના પવિત્ર દિવસે પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર દાદા નો પગપાળા યાત્રા સંઘ શ્રી કાપડિયા વીર દાદા ના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે શનિવારે પ્રસ્થાન પામ્યો હતો.શ્રી લોહેશ્વર દાદા ના પગપાળા સંઘ મા તળ દરજી સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈએ શ્રી કાપડિયા વીર દાદા મંદિરેથી દાદાના દર્શન કરી શ્રી લોહેશ્વર મહાદેવના જય જય કાર વચ્ચે 11:00 વાગે પ્રસ્થાન કર્યું હતું.


આ પગપાળા યાત્રા સંઘ શહેરના ગોળશેરી રામજી મંદિર થઈ મોતીસા દરવાજા દુધેશ્વર મહાદેવ ના દશૅન કરી હારીજ તરફ જવા પ્રસ્થાન પામ્યો હતો. યાત્રા સંઘમાં જોડાયેલા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડો ઊભી ન થાય તે માટે તળ દરજી સમાજના સેવાભાવી યુવાનો દ્વારા તમામ પ્રકારની સુવિધા પદયાત્રાના માર્ગો પર ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું તળ દરજી સમાજના આગેવાન અને પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર અને લોહેશ્વર મહાદેવ મંડળના પ્રમુખ જયેશભાઈ દરજીએ જણાવ્યુ હતું.