ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરાઈ..
પાટણ તા. 1
જય ભોલે ફ્રેન્ડસ ગ્રુપ દ્રારા તા. 6 મે થી શરૂ થયેલી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોટલ 96 ટીમોએ ભાગ લીધો હતો.જે ટીમો પૈકી ની બે ટીમો વચ્ચે તા. 31 મે ના રોજ ફાઈનલ મેચ રમાઈ હતી. જે મેચની શરૂઆત દિવ્યાંગ બાળકો દ્રારા બેન્ડ સાથે નેશનલ એન્થમ ગાઈને કરી હતી.ફાઈનલ મેચ નિહાળવા આઠથી દસ હજાર પાટણના ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા.
ફાઈનલ મેચ માનવ ઇલેવન વર્સીસ દેવ હેરિટેજ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં વસીસ ઈલેવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરી 245 રન નો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં માનવ ઈલેવન એ છેલ્લી ઓવર માં છેલ્લા બોલે છેલ્લી વિકેટ 245 રનનો ટાર્ગેટ ચેસ કરી 246 રન કરી વિજેતા બની હતી. ફાઇનલ મેચમા વિજેતા ટીમ અને રનસૅઅપ ટીમને મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જૈન મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકો, દીકરા નું ઘર વુદ્ધાશ્રમના વડીલો સહિત સિધ્ધરાજ જ્વેલર્સ ના માલિક ભાર્ગવ ભાઇ ચોકસી, પાટણ નગર પાલિકા વોટરવર્ક શાખાના ચેરમેન દીક્ષિત જે પટેલ, કોર્પોરેટર મનોજ ભાઈ કે પટેલ, ડો. શ્રવણ ભાઈ કે પટેલ, ધીરુભાઈ શાહ, દિલીપભાઈ એસ પટેલ, પ્રદીપ પટેલ દ્રારા ઇનામો તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.