રહીશોની સાથે વિચાર વિમર્શ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા પાલિકા એ હૈયા ધારણા આપી..
પાટણ તા.19 છેલ્લા બે દિવસથી પાટણ શહેર અને જિલ્લામાં મેઘરાજા મુશળધાર પણે વરસી રહ્યા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણી થી જળબંબાકાર બનતા લોકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે શહેરીજનોની મુશ્કેલીઓ દુર કરવા પાટણ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર અને ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિતના કોર્પોરેટરો કટિબદ્ધ બની વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરાવી રહ્યા છે. સાથે સાથે વરસાદી પાણી ની સમસ્યા ભોગવી રહેલા વિસ્તારોની પણ રૂબરૂ મુલાકાત લઇ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત તેઓની ટીમ શહેરીજનોની મુશ્કેલી દૂર કરવા હૈયા ધારણા આપી રહ્યા છે. વરસાદના કારણે શહેરમાં ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલ ભોલેનાથ સોસાયટીના રહીશો ની સમસ્યાને ધ્યાનમાં રાખીને મંગળવારે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને આ વિસ્તારના કોર્પોરેટરો સહિત પાલિકા ટીમે સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ રહિશો ની સમસ્યા જાણી તેના નિરાકરણની હૈયાધારણા આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી