પાટણ તા. 30
પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલય નજીક આજુબાજુના રહીશો દ્વારા ઠલવાતી ગંદકીને લઈ છાત્રાલય મા રહેતાં વિધાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થતાં અને આ ગંદકીનો કાયમી ઉકેલ લાવવા છાત્રાલય ના સંચાલક મંડળ દ્વારા કલેકટર ના સ્વાગત કાર્યક્રમ ની સાથે સાથે પાલિકા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
જે રજૂઆત ના પગલે પાટણ કલેકટર દ્વારા પાલિકા તંત્ર ને સુચના અપાતા પાલિકા ના એસઆઈ મુકેશભાઈ રામી સહિત આ વિસ્તાર ના વોડૅ ઈન્સ્પેક્ટર દ્રારા પાલિકા ના સફાઈ કામદારો પાસે પ્રજાપતિ છાત્રાલય નજીક ની ગંદકી તાત્કાલિક દુર કરી દવાનો છંટકાવ કરીને વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
પ્રજાપતિ છાત્રાલય નજીક ખડકાતી ગંદકી પાલિકા તંત્ર દ્વારા દુર કરાતાં પ્રજાપતિ છાત્રાલયના સંચાલક મંડળ સહિત વિધાર્થીઓએ પાલિકા ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી