અગરીયા ઓની માગ સંતોષવામાં નહિ આવે ત્યા સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખી ચુટણી નો બહિષ્કાર કરાશે..
પાટણ તા. ૨૬
પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારના અગરિયા પરિવારોને વનવિભાગ દ્રારા રણમાં મીઠું પકવવા માટે પ્રવેશબંધી ફરમાવવાના મામલે છેલ્લા ચાર દિવસ થી આડેસર વન વિભાગની કચેરી બહાર કુટુંબ કબીલા સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા અગરીયા પરિવારોની હાલત દયનીય બની છે છતાં અગરીયા પરિવાર ની રજુઆત સાંભળવા ના તો કોઈ રાજકીય નેતા આવ્યા છે કે ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી છે ત્યારે અગરીયા પરિવારો પણ પોતાની માંગ સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ યથાવત રાખવાની સાથે આગામી લોકસભા ચૂંટણી નો બહિષ્કાર કરીશું તેવી મકકમતા સાથે અડગ બેઠા છે
રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવા મુદ્દે પરિવાર સાથે અગરિયાઓ આડેસર વન વિભાગની કચેરીએ ન્યાયની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠેલા અગરિયાઓ જણાવી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલ મેટની યાદી માં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટા ભાગના અગરિયાઓના નામ બાકી રહી ગયા છે એટલે કે 90% પરંપરાગત ગત રણમાં મીઠું પકવી આજીવિકા રળી ખાય છે તેવા અગરિયાઓ ના યાદીમાં નામજ નથી અને તંત્ર દ્વારા યાદીમાં નામ છે એજ અગરિયાઓ ને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
અગરિયાઓ સરકાર પાસે વિંનતી કરી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલ મેટની યાદી માં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે તેઓના કોઈ ભૂલને કારણે યાદીમાં નામજ નથી એટલે કે રણમાં ફરી સર્વે કરાવી અને પરંપરાગત અગરિયાઓ ને 10 એકર વિસ્તારમાં મીઠું પકવવા જવા રણમાં પ્રવેશ આપવામાં આવે. તેમજ અગરિયાઓ પેઢી દર પેઢી થી રણમાં મીઠું પકવી આજીવિકા રળી રહ્યા છીએ પરંતુ આં સર્વે એન્ડ સેટલ મેટ યાદીમાં નામ ના હોવાને કારણે ચાલુ સાલે રણમાં મીઠું પકવવા માટે તેઓને પ્રવેશ મળ્યો નથી જેના કારણે આવા અગરિયા પરિવારોની હાલત કફોડી બનવા પામી છે
ત્યારે સરકાર દ્રારા સર્વે એન્ડ સેટલમેટ નું સર્વે ફરીથી કરાવી નિરાધાર બનેલા અગરીયા પરિવારજનો ને પોતાના જીવન નિવૉહ ના આધાર એવા રણમાં મીઠું પકવવા માટે રણ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવે તેવી માગ કરી છે જો અગરીયા પરિવારજનો ની આ માગ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી અગરીયા પરિવાર આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે અને છતાં ન્યાય નહિ મળે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
અહેવાલ યશપાલ સ્વામી