પાટણ પાલિકાના ફાયર વિભાગ ને આપતકાલીન સમયને પહોચી વળવા ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અધ્યતન સાધન સામગ્રી અપાઈ..

પાટણ તા. ૨૩
ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્રારા આગામી ચોમાસુ અને આપતકાલીન સેવા માટે પાટણ નગરપાલિકા ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો સાથે મોન્સુન કામગીરી સરળ બની શકે તેવા ઉપકરણો અને બચાવ કામગીરી ની અંદર ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો સાથે અનેક ઉપકરણો આપવામાં આવ્યા છે.

પાટણ નગર પાલિક ને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્રારા આગામી ચોમાસુ અને આપતકાલીન સેવામાં પહોંચી વળવા માટે અપાયેલા સાધનો મા પેટ્રોલ એન્જીન વાળી 8 થી 10 લોકો બેસી શકે તેવી એક બોટ ,બોટ ને લાવવા લઈ જવા માટે ની ટ્રેલર,પેલિકન 9490 રિમોટ એરિયા લાઇટિંગ સિસ્ટમ ,મરીન લાઈફ જેકેટ, લાઈફ રીગ 10,રસ્સા 14 એમ એમ,ઇલેક્ટ્રિક આર્થીગ રોડ,ઇલેક્ટ્રિક રેસ્ક્યુ રોડ,મેગા ફોન, ફ્લોટીંગ પમ્પ,રિમોટ વાળી રેસ્ક્યુ ક્રાફટ,100 મીટર વાયર સાથે સ્ટ્રેચરન્ડર વોટર સર્ચ અને રેસ્ક્યુ કેમેરા આપવામાં આવ્યા છે.

ત્યારે પાલિક પ્રમુખ હિરલ બેન પરમાર, કારોબારી ચેરમેન, મુકેશ પટેલ, ઉપ પ્રમુખ હિનાબેન શાહ, મનોજ પટેલ અને પાલિક ને મળેલ આપતકાલીન સાધનો નું નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને આગામી ચોમાસા ને ધ્યાન માં રાખી તમામ સાધનો સજ્જ રાખવા ફાયર વિભાગ ને સૂચના આપવામાં આવી હતી.

ફાયર વિભાગ અધિકારી સ્નેહલ મોદી એ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ તરફ થી પાટણ ને એક 8 વ્યક્તિઓ બેસી શકે તેવી બોટ આપવામાં આવી છે જે પણ બેસે છે તેન લાઈટ જેક્ટ અને લાઈફ રીગ સાથે બેસવાનું હોય છે એ પુર જેવા અસરગ્રસ્ત વિસ્તારો હોય, નદી તળાવ જેવી જગ્યાએ કોઈ ફસાઈ ગયો હોય એવી જગ્યાએ આ બોટ નો ઉપયોગ થઈ શકે છે. આ પેટ્રોલ એન્જીન દ્રારા ચલાવામાં આવે છે. આના સિવાય કોઈ કેનાલ, કૂવો કે તળાવ માં ડૂબી ગયેલ લોકો ને શોધવા માટે 4K કેમેરો આપવામાં આવ્યો છે જે ફૂલ એચ ડી નો છે જે પાણી ની અંદર લઈ જઈ પાણી માં બોડી શોધવામાં મદદ કરે છે તેવી જાણકારી આપી હતી.