જોશ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોશ એકેડમી દ્રારા આયોજિત પરિક્ષા આપવા ઈચ્છુકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી..
પાટણ તા. ૧૯
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં ધોરણ પાંચ, છ,સાત અને આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ કે જેઓ આગામી દિવસો માં સૈનિક સ્કૂલ અને મીલીટરી સ્કૂલમાં જોડાવા માંગતા હોય તેઓ માટે સો ટકા સ્કોલરશીપ પરીક્ષા તારીખ 27 મી ઓક્ટોબર અને રવિવારના રોજ પાટણ ખાતે કાર્યરત જોશ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોશ એકેડેમી ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હોવાનું જોશ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને જોશ એકેડેમીના ઓનર મન જોશી અને કર્નલ નીતિન જોશી એ જણાવ્યું હતું.
સૈનિક સ્કૂલ અને મીલીટરી સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુકોએ સો ટકા સ્કોલર શીપ પરીક્ષા માટે પોતાનું રજીસ્ટ્રેશન આગામી તારીખ 26 ઓક્ટોબર સાંજ સુધી માં જોસ એકેડેમી ના ઓનર મન જોશીના મોબાઈલ નંબર 70166 80861 પર પોતાનું નામ,સરનામું, મોબાઈલ નંબર અને કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે વિસ્તૃત માહિતી લખી વોટ્સએપ કરવી ફરજિયાત છે.
ઉપરોક્ત નંબર પર whatsapp કરી માહિતી આપનાર અને સો ટકા સ્કોલર શીપ પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારો ને તારીખ 27 મી ઓક્ટોબરના રોજ યોજનારી સો ટકા સ્કોલરશીપ પરીક્ષા નો સમય અને સ્થળની જાણકારી તેઓના મોબાઇલ ફોન પર whatsapp ના માધ્યમથી મોકલી આપવામાં આવશે તેવું સો ટકા સ્કોલર શીપ પરીક્ષાના આયોજકો મન જોષી અને કનૅલ નિતિન જોષીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી