ચોમાસામાં ધોવાણ થયેલા માગૅ નું પેચવર્ક ના કામો દિવાળી પહેલા પૂણૅ કરાશે..
પાટણ તા. ૧૯
પાટણ નગરપાલિકા ખાતે સાપ્તાહિક સંકલન બેઠક નગર પાલિકા પ્રમુખ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પાટણ પાલિકાનાં વિવિધ વિકાસ કામો ની ચર્ચા કરાઈ હતી.શહેરમાં હાલમાં ચાલતા રોડ પેવરનાં તથા દિવાળી પૂર્વે રૂા. 1 કરોડનાં ખર્ચે 45 જેટલા રોડો ઉપર ચોમાસામાં પડેલા ખાડા પુરવા માટેની યાદી અંગે વિચારણા કરવામાં આવી હતી.
પાટણનાં વિકાસકામોની ચર્ચા કરી તેને મંજુર કે નામંજુર કે સુચનો કરવા માટે નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોની બનાવાયેલી સંકલન સમિતિની બેઠક માં નિણૅયો કરવામાં આવ્યાં હતાં. આ બેઠક અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, સરકાર તરફથી અગાઉ મળેલા રૂા. 8 કરોડનાં કામોથી સૂચવાયેલા વિવિધ વિકાસ કામો અંગે તથા આવેલા ટેન્ડરો અંગેની ચર્ચાઓ સાથે શહેરમાં હાલમાં ચાલતા રોડ પેવરનાં તથા દિવાળી પૂર્વે રૂા. 1 કરોડનાં ખર્ચે 45 જેટલા રોડો ઉપર ચોમાસામાં પડેલા ખાડા પુરવા માટેની યાદી અંગે વિચારણા કરી દિવાળી પૂર્વે તેનું પેચવર્ક થઈ જાય તેવું આયોજન ઘડાયું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી