google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરમાં શ્રી ત્રિવેદી ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો પરદેશ પાર્સલ સુવિધા નો પ્રારંભ કરાયો..

Date:

વિદેશમાં રહેતા પરિવારજનો અને અભ્યાસ અર્થે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે આ સેવા ઉપકારક બનશે..

પાટણ તા. 3 પાટણ પંથક માંથી અનેક લોકો વેપાર અર્થે વિદેશી કંપનીઓ સાથે વ્યવહાર કરતાં હોય છે તો કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશમાં જતા હોય છે ત્યારે વિદેશી વેપારીઓ સાથે અને વિદેશમાં રહેતા વિધાર્થીઓને પોતાની ચીજવસ્તુઓ આપ લે કરવા માટે પાટણ શહેરમાં શ્રી ત્રિવેદી ઈન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો પરદેશ પાર્સલ સેવા નો રવિવારના રોજ શહેરના જનતા હોસ્પિટલ નજીક આવેલા અશોકા કોમ્પ્લેક્સ ખાતે રવિ ઝાલા અને મિતુલ ભાટિયાના સંયુક્ત સાહસ રૂપે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પરદેશ પાર્સલ સેવાના શુભારંભ પ્રસંગે પાટણના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગાંધીનગરના પ્રભારી મોહનભાઈ પટેલ, પાટણ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી રવિ ઝાલાને મિતુલ ભાટિયાના સાહસને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

પરદેશ પાર્સલ સેવાનો શુભારંભ કરનાર રવિ ઝાલા અને મિતુલ ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ સેવાના માધ્યમથી વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ ને તેઓના પરિવારજનો દ્વારા મોકલવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ સમયસર વિદેશમાં તેઓના નિવાસ્થાને પહોચાડવામાં આવશે.આ પાર્સલ સેવાની સાથે સાથે એર ટિકિટ બુકિંગ સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

તો આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમારે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં વિકાસ અને વિસ્તાર દિન પ્રતિદિન વિસ્તરી રહ્યો છે ત્યારે આ બન્ને મિત્રો દ્રારા શરૂ કરવામાં આવેલ પરદેશ પાસૅલ સેવા પરદેશમાં રહેતાં પરિવારજનો તેમજ વિધાર્થીઓ માટે ખરેખર આશિર્વાદ રૂપ બની રહેશે તેમ જણાવી પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરતા જિલ્લા પોલીસ વડા..

પોલીસ પરેડ, પોલીસ સંમેલન અને લોક સંવાદ સાથે પોલીસ...

સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં રૂ.૧૬૬ લાખના વિકાસ કામોનું કેબીનેટ મંત્રી એ ખાતમુર્હુત કર્યું..

વિકાસના કાર્યોના ખાત મુર્હુતથી આવનાર દિવસોમાં સિદ્ધપુરની કાયાપલટ થશે...

પાટણ નગરપાલિકા ની ડિમાન્ડ જનરેટ સેવા તા. 11 એપ્રિલ થી શરૂ થવાની સંભાવના..

ડિમાન્ડ જનરેટ થયા બાદ વષૅ 2024-25 ના એડવાન્સ વેરા...

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવની બે માસમાં 49000 મુલાકાતીઓએ મુલાકાત લીધી…

છેલ્લા બે માસમાં પુરાતત્વ વિભાગને રૂપિયા 20 લાખથી વધુ...