google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સોનાનો મહેલ, સાત હજાર ગાડીઓ…: કોણ છે સુલતાન હસનલ, જેમની સાથે બેઠક કરવા પહોંચ્યા છે PM મોદી | Who is the Brunei king Sultan Hassanal Bolkiah known for his luxurious life

Date:

PM Modi Brunei Visit: વડાપ્રધાન મોદી સાઉથ એશિયાના દેશ બ્રુનેઇ અને સિંગાપોરની મુલકાત માટે રવાના થયા છે. પીએમ મોદીની આ મુલાકાતથી ભારતમાં બ્રુનેઇ ચર્ચામાં આવ્યો છે. આ દેશ રાજાશાહી અને કટ્ટરપંથી નિયમોના આધારે ઓળખાય છે. જ્યારે પણ બ્રુનેઇની વાત થાય છે ત્યારે સૌથી પહેલાં ત્યાંના સુલતાનની ચર્ચા થાય છે, જે વિશ્વના સૌથી અમીર સુલતાન છે. તેમની પાસે હજારો ગાડીઓનો કલેક્શન છે અને તેઓ પોતાના લક્ઝુરિયસ મહેલમાં અતિ વૈભવશાળી જીવન જીવે છે.

કોણ છે બ્રુનેઇના સુલતાન?

બ્રુનેઇના સુલતાનનું નામ હસનલ બોલ્કિયા છે. જેમની ગણતરી વિશ્વના સૌથી અમીર લોકોમાં થાય છે. બ્રુનેઇને વર્ષ 1984માં બ્રિટનથી સ્વતંત્રતા મળી હતી. ત્યાર પછી સુલતાન ઉમર અલી સૈફુદ્દીન ત્રીજો 5 ઓક્ટોબર 1967માં આ દેશના પ્રથમ રાજા બન્યા હતા. હવે હસનલ બોલ્કિયા લગભગ 59 વર્ષોથી આ દેશના રાજા છે.

સુલતાનનો વૈભવશાળી જીવન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત

હસનલ બોલ્કિયા પોતાના વૈભવશાળી જીવન માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેમના વૈભવશાળી જીવનમાં સૌથી ખાસ તેમનો મહેલ છે, જેમાં ઘણી વસ્તુઓ સોનાની બનેલી છે. આ ઉપરાતં તેમની પાસે એક પ્રાઇવેટ પ્લેન છે જેનું બહારનું સ્તર સોનાથી બનેલું છે. આ સાથે વિશ્વમાં સૌથી વધુ ગાડીઓનો કલેક્શન પણ તેમની પાસે જ છે. એક વાર સુલતાને તેમની દિકરીને એરબસ એ-340 ભેટમાં આપ્યો હતો. એક રિપોર્ટ મુજબ, સુલતાનની પાસે આશરે 30 બિલિયન (અબજ) ડોલરની સંપત્તિ છે.

શું છે મહેલની ખાસિયત?

1980ના દાયકામાં સુલતાન હસલઅલીએ વિશ્વનો સૌથી મોટો મહેલ બનાવ્યો હતો, જેમાં આજે વર્તમાન સુલતાન રહે છે. આ મહેલમાં 1770 રૂમ અને 257 વોશરૂમ છે અને વિશ્વનો સૌથી મોટો લક્ઝરી કાર ગેરેજ પણ આ જ મહેલમાં છે. 20 લાખ વર્ગ ફીટમાં ફેલાયેલા આ મહેલની ઘણી દિવાલો સોનાથી બનાવવામાં આવી છે, મહેલનો ગુંબજ 22 કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે, ઘરના તમામ બેસિન પણ સોનાના બનેલા છે અને આ મહેલની કિંમત 2550 કરોડથી પણ વધુ છે.

સોનાનો મહેલ, સાત હજાર ગાડીઓ...: કોણ છે સુલતાન હસનલ, જેમની સાથે બેઠક કરવા પહોંચ્યા છે PM મોદી 3 - image

બ્રુનેઇ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ

બ્રુનેઇ એ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, અહીં 80 ટકા મુસ્લિમ વસતી છે. બ્રુનેઇમાં આઝાદી પછીથી વિપક્ષની મંજૂરી આપવામાં આવી નથી અને ત્યાં કોઇ પ્રભાવશાળી સિવિલ સોસાયટી પણ નથી છે. ત્યાં અત્યારે પણ 1962માં જાહેર કરાયેલું ઇમરજન્સી શાસન ચાલે છે. જેથી આ દેશને સરમુખત્યાર દેશ ગણવામાં આવે છે.

Source link

Share post:

Subscribe

Popular

More like this
Related

वायरल वीडियो: पत्नी के सामने दूसरी लड़की को रिझाने की कोशिश कर रहा पति, मिला धोखा

खुशहाल शादीशुदा जिंदगी क्या होती है? शादीशुदा जिंदगी वो...