યુનિવર્સિટી VIP ગેસ્ટ હાઉસમાં કેટલાક રાજકીય નેતાઓ દારૂની મહેફિલ માણતા હોવાના વિદ્યાર્થી સંગઠનને આક્ષેપો કર્યા..
યુનિવર્સિટી કેમ્પસ માંથી મળેલી ખાલી દારૂની બોટલ મામલે યુનિવર્સિટી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા..
યુનિવર્સિટીમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ,પ્રોફેસરો અને અધ્યાપકોને પણ ચેક કરીને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરાય…
પાટણ તા. 3 શિક્ષણ ધામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માંથી ગાંધી જયંતીના દિવસે જ વિધાર્થી સંગઠન એનએસયુઆઈની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મળેલી દારૂની ખાલી બોટલોના મામલે મંગળવારે વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે કુલપતિ વિરુદ્ધ અને યુનિવર્સિટીના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચાર કરી વિદેશી દારૂની બોટલ ના મામલે યુનિવર્સિટી દ્વારા તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી માગ સાથે યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી આ મામલે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરી શિક્ષણના ધામને દારૂનું ધામ બનતા અટકાવવા અનુરોધ કર્યો હતો.તો યુનિવર્સિટીના vip ગેસ્ટ હાઉસમાં કેટલાક રાજકીય નેતાઓ રજીસ્ટરમાં નોંધ કર્યા વગર ગેસ્ટ હાઉસ નો ઉપયોગ કરતા હોવાનું અને આવા નેતાઓ પણ દારૂની મહેફિલ માણવા ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરી યુનિવર્સિટી નું વીઆઈપી ગેસ્ટ હાઉસ નું રજીસ્ટ્રેશન ચેક કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.
વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીમાંથી મળેલી ખાલી દારૂની બોટલ મામલે યુનિવર્સિટી સત્તાધીશો યોગ્ય કાર્યવાહીની કરે તો આ મામલે વિદ્યાર્થી સંગઠન દ્વારા જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને પણ રજૂઆત કરી શિક્ષણના ધામ માથી મળેલી દારૂની ખાલી બોટલો મામલે યોગ્ય તપાસ હાથ ધરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરનાર હોવાનું વિદ્યાર્થી સંગઠન આગેવાનોએ જણાવ્યું હતું. ગાંધી જયંતીના દિવસે યુનિવર્સિટી કેમ્પસની કેન્ટીન આજુબાજુથી મળેલી દારૂની બોટલો મામલે યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે આ મામલે અમોને જાણ થતાની સાથે જ યુનિવર્સિટીના સિક્યુરિટી વિભાગને યુનિવર્સિટીમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ ના આઈકાર્ડ કમ્પલસરી તપાસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો તેમજ યુનિવર્સિટીના પ્રોફેસરો અને અધ્યાપકો ના વાહનોને પણ યુનિવર્સિટીમાં પ્રવેશતા પહેલા તપાસી પછી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું અને દારૂની ખાલી બોટલો મળવા મામલે પોલીસને પણ લેખિત રજૂઆત કરી આ મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
સાથે સાથે યુનિવર્સિટી કેમ્પસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના છેલ્લા ત્રણ દિવસના કુટેજો મેળવી તેની પૂર્તતા કરી યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ કાર્યકારી રજીસ્ટારે જણાવ્યું હતું. યુનિવર્સિટીના વીઆઈપી ગેસ્ટ હાઉસમાં કેટલાક રાજકીય આગેવાનો રજીસ્ટરમાં નોંધ કર્યા વગર ગેસ્ટ હાઉસમાં ઉપયોગ કરતા હોવાના મામલે પણ તેઓએ યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ માંથી ગાંધી જયંતીના દિવસે જ મળેલી ખાલી દારૂની બોટલો મામલે સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે શિક્ષણની નગરી પાટણના પ્રબુધ્ધ નગરજનો પણ આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તટસ્થ પણે તપાસ કરી શિક્ષણના ધામને ભ્રષ્ટાચાર અને દારૂનો અડ્ડો બનતો અટકાવે તેવી માગ કરી રહ્યા છે.
બોકસ:-યુનિવર્સિટી કેન્ટીન પાસેના સીસીટીવી ફૂટેજ મા બે વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળ્યાં.. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કેન્ટી નજીક થી મળેલી ખાલી દારૂની બોટલ મામલે યુનિવર્સિટી દ્વારા આ વિસ્તારમાં લગાવેલ સીસીટીવીના કુટેજ તપાસતાં તા.1 ઓકટોબર ની રાત્રે 10-10 કલાકના સમયે બે વ્યક્તિઓ શંકાસ્પદ હિલચાલ કરતાં હોવાનું જોવા મળ્યું છે ત્યારે આ મામલે પણ યુનિવર્સિટી દ્રારા ઝીણવટભરી તપાસ કરાનાર હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી