શહેરના રેલવે વોર્ડ વિસ્તાર અને ધીવટા વોડૅ વિસ્તારમાં પાલિકા દ્વારા તિરંગા વિતરણ કરાયું..
પાટણ તા. 12 પાટણ નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે તિરંગા વિતરણની કામગીરી નગરપાલિકાના અધિકારીઓની સૂચના મુજબ વોર્ડ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ શનિવારથી હાથ ધરવામાં આવી છે.
પાટણ નગરપાલિકાના રેલવે વોર્ડ ઇન્સ્પેક્ટર આકાશ અમીન અને એએસઆઈ રાજેશ પરમાર દ્વારા રેલવે સ્ટેશન વોર્ડ વિસ્તારમાં તિરંગા વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો ધીવટા વોડૅ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિ અને એએસઆઈ દર્શન સોલંકી દ્વારા પણ વોર્ડ કચેરી ખાતે તિરંગા વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું પાટણ નગરપાલિકાના ઇન્ચાર્જ એસઆઈ મુકેશભાઈ રામીએ જણાવ્યું હતું.
શહેરના ધીવટા વિસ્તારના મોહલ્લા પોળોના રહીશોને પણ આ વિસ્તારના મહિલા કોર્પોરેટર છાયાબેન રાવલ દ્વારા ઘરે ઘરે જઈ તિરંગા વિતરણ કરી હર ઘર તિરંગા કાર્યક્રમ મા નગરજનોને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી