પાટણ તા. ૨૪
પાટણના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ અખંડ આનંદ સોસાયટીના રહિશો દ્રારા ભગવાન શ્રી રામ લલ્લાના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ને અનુલક્ષી સમગ્ર સોસાયટીને ધજા, લાઇટિંગ થી ઝગમગતી કરવામા આવી હતી.
ભગવાન શ્રી રામચંદ્રજી ની પ્રતિષ્ઠા મહોત્સવ ના પવિત્ર દિવસે રહીશોએ સવારે 6 કલાકે પ્રભાતફેરી, 12-39 કલાકે સોસાયટીના તમામ ધરે ધરે રામલલ્લા ની આરતી અને સાંજે 7-00 કલાકે સમગ્ર સોસાયટી ને દિપોની રોશની થી પ્રકાશિત કરી રાત્રે 8-00 કલાકે સમૂહ આરતી અને રામધૂન કરી પ્રસંગને દિપાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી