પાટણ તા. ૨૪
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સિધ્ધપુર ની શ્રી અભિનવ હાઈસ્કૂલ અને શ્રી સરસ્વતી શિશુ મંદિરના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેસાણા વિભાગના સેવા વિભાગના પ્રમુખ અરવિંદ ભાઈ દવે,અભિનવ શાળાના પ્રધાનાચાર્ય ડૉ. રૂપેશભાઈ ભાટિયા,શિશુમંદિરના પ્રધાનાચાર્ય શુભ્રેશભાઈ દવેએ દીપ પ્રાગટ્ય સાથે ભગવાન શ્રી રામની છબીને પુષ્પાર્પણ કરીને સરસ્વતી વંદના કરી હતી.
શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામની સ્તુતિ પર ભરત નાટ્યમ્,લંકા દહન,રઘુપતિ રાઘવ રાજારામ અને રામ આયેંગે ગીત પર નૃત્ય, ક્યા લેકે આયા થા ભજન,રામ સિયારામ ગીત, કથા સુનાતે દ્વારા રામાયણ નું વર્ણન વિવિધ કૃતિ સ્વરૂપે રજૂ કરી હતી.
શ્રી રામ મંદિરના ઈતિહાસ અને ઘટનાઓ વિશે, શ્રી રામના જીવનના પ્રસંગો તથા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગના મહત્વ તથા ઘરે કરવાના કાર્યોની સમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગના અરવિંદભાઈ દવેએ આપી હતી.
કાર્યક્રમના અંતમાં ભગવાન શ્રી રામની સમૂહ આરતી કરવામાં આવી હતી. જેમાં શ્રી અભિનવ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને સી.એ.વિનોદચંદ્ર શાહે આરતીનો પ્રારંભ કરાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી