બ્રહ્મ સમાજના મહિલા અગ્રણીની સિદ્ધિને સમાજના આગેવાનોએ સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી.
પાટણ તા. 22
પાટણ શહેરની એમ એન પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શકિત નિમૉણ યોજના અંતર્ગત નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના દ્રારા તાલુકા કક્ષાનો બાજરી, જુવાર અને રાગી જેવા જાડા ધાન્ય ને પ્રાધાન્ય આપતી વાનગી હરિફાઈ યોજવામાં આવી હતી.આ વાનગી હરિફાઈ મા અનેક મહિલા સ્પધૅકોએ ભાગ લઈ વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.આ વાનગી હરિફાઈ મા પાટણ શહેરની ગોપાલ ભુવન શાળાના મધ્યાહન ભોજન સંચાલિકા અને બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી સાથે અનેક સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જીવદયા પ્રેમી દેવિકાબેન હરેશભાઈ ત્રિવેદીએ પણ ભાગ લઈ દ્રિતીય ક્રમાંક પ્રાપ્ત કરી રૂ. 3 હજારના રોકડ પુરસ્કાર સાથે શ્રેષ્ઠ પીએમ પોષણ કુકીંગ તરીકે ના બિરૂદ સાથે પ્રમાણપત્ર મેળવતા પાટણ બ્રહ્મ સમાજના આગેવાન અને જગદીશ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત સમગ્ર બ્રહ્મ સમાજે ગૌરવ અનુભવી શુભેચ્છાઓ પાઠવી હતી.