google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું..

Date:

વડાપ્રધાનનાં સંકલ્પનાં કારણે જ આજે ખેડૂતનાં ખાતામાં સીધા નાણાં પહોંચી જાય છે :મંત્રી ડૉ. કરાડ…

ગૌરવ સાથે કહેવું પડે કે આજનો ખેડૂત મજબૂત બન્યો છે:મંત્રી બળવંત સિંહ રાજપૂત…

પાટણ તા. 22
કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ બે દિવસથી પાટણનાં પ્રવાસે છે. રવિવારે સવારે કાલિકા માતાનાં મંદિર, રાણકી વાવ, પટોળા હાઉસ તેમજ વીર મેઘમાયા સ્મારકની મુલાકાત બાદ મંત્રીનાં અધ્યક્ષ સ્થાને APMC હોલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યાં હતા.


ખેડૂત સંમેલનનાં અધ્યક્ષ ડૉ. ભાગવત કરાડે ખેડુતોને સંબોધિત કરતાં જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાનનાં નેતૃત્વમાં આજે ખેડુતો માટેની વિવિધ યોજનાઓ થકી આજનો ખેડૂત લાભ મેળવી રહ્યો છે. આજે માત્ર એક જ ક્લિકમાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થઈ જાય છે. વડાપ્રધાનનાં સંકલ્પ અનુસાર આજે દેશના દરેક વ્યક્તિનું બેંકમાં ખાતું છે. આજે દરેક ખેડૂતને નીમ કોટેડ યુરિયા ખાતર મળતું થયું છે. વડાપ્રધાનનાં નેતૃત્વનાં કારણે જ આજે ભારતની ઇકોનોમી 5 માં નંબર પર પહોંચી છે. આજે એનિમલ હસબન્ડરી, પાક વીમા યોજના, કિસાન સિંચાઈ યોજના, કુસુમ યોજના, વગેરે જેવી યોજનાઓ થકી દેશનાં ખેડૂતને અનેક લાભો મળતાં થયા છે.


ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે ખેડુતોને સંબોધન કરતા કહ્યુ કે, આજે મારા ખેડૂત ભાઈઓને 0% વ્યાજે બેંક લોન મળતી થઈ છે. વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતનાં CM હતા ત્યારે ત્યારથી જ તેઓએ સંકલ્પ લીધો હતો કે, ગુજરાતને પૂરતા પ્રમાણમાં પાણી અને વીજળી મળી રહે અને એ સંકલ્પ આજે ખરા અર્થમાં સાર્થક થયો છે. આજે ભારત દેશ મહાસત્તા બન્યો છે જેનું મને અને આપણે સૌને ગૌરવ છે.
આજના ખેડૂત સંમેલનમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, સંગઠનના પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, તેમજ વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શ્રમજીવી વિસ્તારની આંગણવાડીના ભુલકાઓની પ્રવૃત્તિઓએઅધિકારીઓને પણ પ્રભાવીત કયૉ..

પાટણ તા. 26 પાટણ શહેરમાં આવેલ શ્રમજીવી વિસ્તારની આંગણવાડી...