પાટણ તા. 24
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી અરવિંદ ઘોષ ની 150 મી જન્મજ્યન્તી નિમિત્તે કુણઘેર હાઇસ્કુલ મુકામે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ ગઈ જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ પાટણ ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં નિબંધ સ્પર્ધામાં મહેતા ઉર્મી પ્રથમ નંબરે , વકતૃત્વ સ્પર્ધામાં વૈધ પ્રિયા બીજા નંબરે અને ચિત્ર સ્પર્ધામાં પટ્ટણી દર્શના બીજા નંબરે વિજેતા થઈ શાળા નું ગૌરવ વધારેલ ત્યારે પ્રથમ નંબરે વિજેતા થયેલ મહેતા ઊર્મિ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે તેવુ શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠકકરે જણાવ્યું હતું.શાળા નું ગૌરવ વધારવા બદલ તમામ વિદ્યાર્થીની બહેનો તથા માર્ગ દર્શક શિક્ષક ઉપેન્દ્રભાઇ ગજ્જરને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના ડાયરેક્ટર ડૉ. જે.એચ.પંચોલી, શાળાના આચાર્યધનરાજ્ભાઇ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર એક્ષપેરીમેન્ટલ હાઇસ્કુલ ની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે..
Date: