google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની કે. કે. ગલ્સૅ શાળા સંકુલમાં દાતા ના સહયોગ થી તૈયાર કરાયેલ “નિરવ ઉદ્યાન” નું લોકાર્પણ કરાયું..

Date:

શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ માતૃશાળાને ઉધાન અપૅણ કરી વિધાર્થીઓને આત્મ નિભૅર બનવા શીખ આપી..

પાટણ તા.30
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય સંકુલ ખાતે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની તથા અમેરિકામાં મનોચિકિત્સક તરીકે કામ કરી રહેલા પાટણના પનોતા પુત્રી ડૉ.મીનાબેન પારેખ ઓઝા
ના આર્થિક સહિયોગથી તૈયાર કરવામાં આવેલ “નિરવ ઉદ્યાન” શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ ને શાંત અને અનુકૂળ જગ્યાએ બેસી અને અભ્યાસ કરી શકાય તેવા શુભ હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે જે સુંદર ” નિરવ ઉદ્યાન ” નું સોમવારના રોજ દાતા ડૉ. મીનાબેનના હસ્તે ઉદ્ઘાટન કરી શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડૉ. મીનાબેને પોતાના ભૂતકાળને વાગોળી વિદ્યાર્થીકાળના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ તેઓએ દીકરીઓને પણ આત્મનિર્ભર બની સ્વતંત્ર રીતે પોતાનું જીવન પસાર કરી શકે તે માટે પગભર બનવા માટે સુંદર માર્ગદર્શન આપીને પોતાનું જીવન સ્વતંત્ર રીતે અન્યના ભલા માટે કેવી રીતે ઉપયોગી કરી શકાય એની પણ સુંદર વાતો શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને સમજાવી પોતાની માતૃશાળાને ઉદ્યાન રૂપી ભેટ આપી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

ઉધાન ના લોકાપર્ણ પ્રસંગે સમગ્ર શાળાના આચાર્ય ડો દિનેશભાઈ પ્રજાપતિ સહિત સમગ્ર શાળા પરિવારે ડૉ. મીનાબેન નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી સન્માનપત્ર દ્વારા સન્માન કરી હર્ષની લાગણી અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે ભગવાનના પ્રાગટ્ય દિને કેળા સહિતના ફ્રુટનો મનોરથ સજાવ્યો

ભગવાન જગન્નાથજી ના પ્રાગટ્ય દિન નિમિત્તે સજાવેલ મનોરથ ના...

રણુંજ હાઇસ્કુલ ખાતે વન વિભાગ પાટણ દ્વારાતાલુકા કક્ષાની ઉજવણી કરાઈ..

રણુંજ હાઇસ્કુલ ખાતે વન વિભાગ પાટણ દ્વારાતાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણ ના ઐતિહાસિક ગણપતિ મંદિર પરિસર ખાતે પાટોત્સવ પવૅ ની સાથે સાથે ગણેશ યગ્ન કરવામાં આવ્યો..

પાટણ ના ઐતિહાસિક ગણપતિ મંદિર પરિસર ખાતે પાટોત્સવ પવૅ ની સાથે સાથે ગણેશ યાગ કરવામાં આવ્યો.. ~ #369News