મહોલ્લાના રહિશો સહિત પાટણની ધમૅ પ્રેમી જનતા એ દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી..
પાટણ તા. 23
દર વર્ષની પરંપરા મુજબ પાટણ શહેરના હિગળા ચાચર નજીક આવેલા ગણપતિની પોળ ખાતે ના સંવત 802 ની સાલના પ્રાચીન ગણપતિ દાદા ના મંદિરે ચૈત્ર સુદ બીજના દિવસે દાદા નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ પવૅ ઉજવવામાં આવ્યો હતો. તો આ પાટોત્સવ પવૅ નિમિત્તે મંદિર પરિસર ખાતે ગણેશ યાગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગણેશ યાગ ના યજમાન વિવેક મહેશભાઈ આચાર્ય એ લ્હાવો લીધો હતો. અને વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપકભાઈ મહારાજ અને કનુભાઈ મહારાજ દ્વારા 108 લાડુની આહુતિ અપૅણ કરવામાં આવી હતી.
બપોરે 12 .39 કલાકે દાદાના શિખર ઉપર ધજા રોહણ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહોલ્લા ના રહીશો તેમજ પાટણ શહેરની ધમૅપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.