fbpx

પાટણ આદિવાસી ભીલ સમાજના યુવાનો દ્રારા હોળી પૂર્વે અને હોળી બાદ લાકડી સાથે યોજાતા ઘેડ નૃત્ય નું અનેરૂ મહત્વ..

Date:

શહેરના પીપળાગેટ ભીલવાસ ના યુવાનો દ્રારા ઘેડ નૃત્ય ની પરંપરા આજે પણ નિભાવાય છે.

પાટણ તા.2
પાટણ શહેરમાં દરેક ધમૅ ના તહેવારો પરંપરાગત રીતે અને કોમી એખલાસ વચ્ચે ઉજવવામાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજમાં મહત્વનું ગણાતું હોળી પવૅ દર વર્ષે ની ચાલુ વષે પણ શ્રધ્ધા ભક્તિ સાથે પોતાના ઘેડ નૃત્ય દ્રારા ઉજવવામાં આવી રહ્યું છે.

પાટણ શહેરના પીપળાગેટ ભીલવાસ ના યુવાનો દ્રારા પોતાના સમાજની પરંપરા અનુસાર હોળી પહેલા ના એક સપ્તાહ અને હોળી પછી ના એક સપ્તાહ સુધી સમાજના યુવાનો વિસ્તારના ચોકમાં રોજ રાત્રે હાથમાં લાકડીઓ ધારણ કરીને શિસ્ત બધ્ધ રીતે દેશી ઢોલના તાલે ધેડ નૃત્ય રમી પોતાની શ્રધ્ધા ભક્તિ પ્રગટ કરી હોળી પવૅની ઉજવણી કરી રહ્યા છે.

પાટણ શહેરના પીપળાગેટ ભીલવાસ ખાતે આદિવાસી ભીલ સમાજના યુવાનો દ્વારા હોળી પવૅ નિમિત્તે પરંપરાગત રીતે આયોજિત કરાતા ધેડ નૃત્ય ને નિહાળવા મોટી સંખ્યામાં પાટણ નગરજનો ઉમટતા હોવાનું ભીલ સમાજના મનિષભાઈ ભીલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ભાર્ગવી ભગોરા એશિયા કપ તિરંદાજીમા ગુજરાતનાં પ્રતિનિધિત્વ માટે પસંદગી પામી…

યુનિવર્સિટી સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર ભાર્ગવી ભગોરાને યુનિવર્સિટીના...

સિધ્ધપુર ના શખ્સ ને ધમૅ ગુરૂ ના નામે વસ કરી લાખ્ખો રૂપિયા મેળવી વિશ્વાસ ધાત કરાયો..

સિધ્ધપુર ના શખ્સ ને ધમૅ ગુરૂ ના નામે વસ કરી લાખ્ખો રૂપિયા મેળવી વિશ્વાસ ધાત કરાયો.. ~ #369News

પાટણ રાજમંદિર કોમ્પલેક્ષના ખુલ્લા ધાબા પરથી પાના પત્તિનો જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા..

પાટણ તા. ૧૮પાટણ સીટી ‘બી’ ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમંદિર...