google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા..

Date:

પાટણ તા. 18
ગુજરાતના પાટનગર ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે તપાગચ્છા
ધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિન પ્રસંગે તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર દાદાનું 1008 આહુતિ યુક્ત પૂજન-હવન સહિત ના ધાર્મિક ઉત્સવ સંગીતના સથવારે પૂજય મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજશ્રી પુન્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ હતા.


પૂજય ગુરુદેવના 60 માં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદ 60 પરિવારોને રાશન કીટ અર્પણ,ગાયોને ઘાસ ચારો,છ ગામોમાં પરમાત્માને આંગી,છ ગામોમાં સ્કૂલના બાળકોને નાસ્તો,છ ગામોમાં અવાડાનું નિર્માણ નું ખાતમુહુર્ત,છ ગામોમાં ચબુરાતનું નિર્માણ નું ખાતમુહુર્ત.શ્રી માણિભદ્રવીર દાદાની પ્રત અને ગુરૂ રત્નશેખરસૂરી ગુરૂ પાદુકા પૂજન પ્રત બાર પાડવામાં આવશે.

આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો તરીકે ભાજપના રજનીભાઈ પટેલ, પ્રશાંતભાઈ કોરાટ,પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા,કવિતાબેન દેઢિયા,શંખેશ્વર ના જીજ્ઞાબેન શેઠ,કશ્યપભાઈ જાની, કુલદીપભાઈ સંઘવી, કુલીનભાઈ દેઢિયા, વિજયભાઈ મકવાણા,જીગરભાઈશાહ,સંજયભાઈ શાહ,પરેશભાઈ શાહ,નિલેશભાઈ જોટંગીયા,બજુ પાંચણી, કુમારભાઈશાહ,પંકજભાઈ સોમાણી વિગેરે ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો અને દાતા પરિવારોનું ટ્રોફી,સાલ અને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતુ.
આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી ગુરુભક્તો ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે 60 રૂ. નું સંઘ પૂજન પણ કરવામાં આવેલ હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઐતિહાસિક નગરી પાટણ ને પોતાના ચિત્રો થકી ગૌરવ અપાવતો યુવા ચિત્રકાર પિયુષ દરજી..

જૈન ધર્મ ની દિક્ષા મહોત્સવ નિમિત્તે નિકળતી શોભાયાત્રા નું...

સૂર્યનારાયણ ની ગરમી એ પાટણ નગર પાલિકા દ્વારા બનાવાયેલા રોડના કામના ભ્રષ્ટાચારની પોલ ખોલી…

શહેરના હિંગળાચાચરથી બગવાડા દરવાજા સુધી નવીન બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર...

પાટણમાં નવરાત્રીમેળા થકી રોજગારી મેળવતી સ્વસહાય જૂથોની બહેનો.

નવરાત્રી પર્વને લગતી વસ્તુઓના વેચાણ માટે નવરાત્રી મેળાનું જિલ્લા...

પાટણ જિલ્લાની ધો.10 અને 12 ની 11000 વિદ્યાર્થીનીઓએ નમો લક્ષ્મી યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું..

પાટણ તા. ૧૩ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ...