રાજકીય પાર્ટીઓ, પાટણ નગરપાલિકા, દલિત સંગઠનો સહિતનાઓએ ડો. આંબેડકર અમર રહો
ના નારા લગાવ્યા..
પાટણ તા. 14
આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની શુક્રવારના રોજ 132 મી જન્મ જયંતિ પવૅ નિમિત્તે પાટણ શહેર ના બગવાડા દરવાજા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને રાજકીય પાર્ટીઓ દલિત સંગઠનો સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા માલ્યાપણૅ કરી આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા માટે જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા નારાઓ લગાવ્યા હતા.
ભારત દેશના બંધારણ ના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના 132 જન્મ દિવસ નિમિત્તે શહેર-જિલ્લામાં વ્યાપ્ત વિવિધ અનુ સૂચિત જાતિ સંગઠનો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં બગવાડા દરવાજા ખાતે ઉમટી પડ્યા હતા. તેમજ બાબસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા.
શહેર ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જયેશભાઈ પટેલ, મનોજ પટેલ, હેમંત તન્ના, ગૌરવ મોદી સહિત કોર્પોરેટર તથા ભાજપના મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા કૉંગ્રેસ દ્વારા 14મી એપ્રિલને ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતી નિમિત્તે બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાં જલિ અપૅણ કરી હતી. આ કાર્યક્રમમાં કોગ્રેસ ના આગેવાન ભાવેશ ગોઠી પ્રવીણ રાઠોડ ભુરાભાઈ સૈયદ પીજે વાણીયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિ સમાજનાં વિવિધ સંગઠનો અને પક્ષો ના હોદ્દેદારો એ પણ બગવાડા દરવાજા પાસે સ્થાપિત ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલ હાર કર્યા હતા.
ભારત વિકાસ પરિષદ અને ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના પ્રમુખ દિલીપ પટેલ, મંત્રી ભરત પટેલ સહિત સભ્યો દ્વારા બાબા સાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરાયા હતા.નગર પાલિકા ચીફ ઓફિસર સંદીપ પટેલ, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ જય રામી સહિત પાલિકા કર્મચારીઓ પણે પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી ડો. બાબા સાહેબ આંબેડકરના 132 માં જન્મ જયંતી પર્વને યાદગાર બનાવ્યો હતો