પાટણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓ ના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવ અભિયાનના પ્રચાર કાર્ય નો પ્રારંભ કરાયો..
પાટણ તા. 9
પાટણ જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર ગૌરી બેન સોલંકી તથા પાટણ ઘટક-1 ના ડીપી ઓ ઉર્મિલાબેન પટેલના માર્ગદર્શન તેમજ પ્રેરણા દ્વારા આંગણવાડીના બાળકો નો પ્રવેશોત્સવ 2023-24 કાર્યક્રમ અંતર્ગત શુક્રવારથી વિવિધ આંગણવાડી ઓ માં પ્રચાર કાર્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આંગણવાડીના બાળકોના પ્રવેશોત્સવ નો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી માં આવતા બાળકોને હુંફાળો પ્રેમ અને આવકાર ,પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણનું જ્ઞાન, આઈ સીડીએસ ના તથા આરોગ્યના તમામ લાભો મળે તે રહેલો છે,તો બાળકોમાં પર્યાવરણની જાગૃતિ અર્થે વૃક્ષારોપણ ના કાર્યક્રમો, વિવિધ તહેવારોની ઉજવણી નું મહત્વ પણ આંગણવાડી મા બાળકો ને આપવામાં આવતું હોય છે.આંગણવાડીમાં બાળકોના પ્રવેશોત્સવ ની પ્રચાર અભિયાન ની શરૂઆત દ્રારા બાળકો, લાભાર્થી ઓ, વાલીઓને અવગત કરી તેઓ આંગણવાડી પ્રત્યે જાગૃતતા કેળવી બાળ વિકાસ નું પ્રથમ પગથીયુ તે આંગણવાડી હોય આંગણવાડી પ્રવેશોત્સવ ને બાળકો માટે અવસર બની રહે તે દિશામાં હાલ પ્રચાર અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાનું સીડીપીઓ ઉર્મિલાબેન પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી