પોલીસ વડાના ફેસબુક ફેક આઈડી માંથી પત્રકારો અને ભાજપના મહિલા આગેવાનને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી..
Facebook ફેક આઈડી બાબતે જિલ્લા પોલીસ વડાને અવગત કરાતા પાટણ સાયબર ક્રાઈમ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા..
પાટણ તા. 9
પાટણમાં સાઈબર ક્રાઈમ ના માસ્ટર માઇન્ડો બેખૌફ બન્યા હોય તેમ અગાઉ કલેક્ટર અને પાટણના ધારાસભ્ય ના ફેક આઈડી બનાવ્યા બાદ શુક્રવારે પાટણ જિલ્લા પોલીસ વડા નું સાયબર ગુન્હાના માસ્ટર માઈન્ડ દ્રારા ફેસબુક ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જીલ્લા પોલીસ વડા વિજય પટેલ ના ફોટાવાળી બનાવવામાં આવેલ ફેસબુક ફેક આઈડી માંથી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાઈ રહી છે.
ત્યારે એસપી વિજય પટેલનાં એસપીની ફ્રેન્ડ રિકવેસ્ટ કેટલાક પત્રકારો ને તેમજ ભાજપના એક મહિલા આગેવાન ને મળતા તેઓ દ્રારા પાટણ એસપીને જાણ કરતાં તેઓ દ્રારા આવી કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા માં ન આવી હોવાનું જણાવી તેઓના નામે સાયબર ક્રાઇમના કોઈ માસ્ટર માઈન્ડ દ્રારા ફેસબુક ફેક આઈડી બનાવ્યું હોવાનું માલુમ પડતા પાટણ જિલ્લા પોલીસવાળા ના નામથી આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ અપલોડ ન કરવા અપીલ કરવામાં આવી છે સાથે સાથે જિલ્લા પોલીસ વડા ના નામનુંફેસબુક ફેક આઈડી બનાવનાર સાઈબર ક્રાઇમના માસ્ટર માઈન્ડને શોધી કાઢવા હાલમાં પાટણ સાઈબર ક્રાઇમની ટીમ કામે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં અગાઉ જિલ્લા કલેકટર અને ત્યારબાદ પાટણના ધારાસભ્ય અને હવે જિલ્લા પોલીસ વડા ના નામે facebook ફેક આઈડી બનાવી સાઇબર ક્રાઇમના માસ્ટર માંઈન્ડો બેખૌફ બન્યા હોય તેવી પ્રતિતી લોકો વ્યકત કરી રહ્યા છે ત્યારે પાટણ સાયબર ક્રાઈમ ટીમ આવા સાયબર ક્રાઈમ ના માસ્ટર માઇન્ડ ને ઝડપી સબક શિખવાડે તેવી લોકો મા માગ પ્રબળ બની છે.
અહેવાલ યશપાલ સ્વામી