google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાના માર્ગોનું પાલિકા દ્વારા પેવર કામ શરૂ કરાયું…

Date:

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા પાટણના તમામ સમાજના લોકો અનેરો ઉત્સાહ..

પાટણ તા. 9
પાટણ શહેરમાંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબર ની ભગવાન શ્રી જગન્નાથજી ની 141 મી રથયાત્રા ને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ ની સાથે સાથે પાલિકા તંત્ર એ પણ રથયાત્રાના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા કટિબદ્ધતા થી રથયાત્રાના ઉબડખાબડ બનેલા માર્ગો ને પેવર બનાવવાની કામગીરી હાથ ધરી છે.

પાટણ શહેરમાંથી તારીખ 20 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાના મુખ્ય માર્ગો જેવા કે હિંગળાચાચર, બગવાડા દરવાજા, સુભાષચોક, જૂનાગંજ બજાર, દોશીવટ બજાર,ત્રણ દરવાજા, રતનપોળ, સાલવી વાડા, મોટીસરાઈ, અંબાજી માતા મંદિર સહિતના ઉબડ ખાબડ માર્ગોની પાટણ નગરપાલિકા દ્વારા પેવર કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે શુક્રવારના રોજ શહેરના બગવાડા દરવાજાથી વેરાઈ ચકલા વિસ્તાર સુધીના માર્ગનું પાટણ નગર પાલિકા દ્વારા પેવર કામ હાથ ધરાવામા આવ્યું હતું.

ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રાને સાંગોપાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ પાટણના તમામ સમાજ ના લોકો તન મન અને ધનથી સહયોગી બની રહ્યા હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ ના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા પ્રમુખે શ્રમિક યોજના અંતર્ગત કાર્યરત કરાયેલ અન્નપૂર્ણા સેન્ટરની મુલાકાત લીધી.

પાલિકા પ્રમુખે શ્રમિકોને પોતાના હસ્તે સ્વાદિષ્ટ ભોજન પીરસી જરૂરિયાતમંદ...

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા..

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા.. ~ #369News