fbpx

રાધનપુર ખાતે યોજાનારજિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ..

Date:

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે..

ધ્વજવંદન કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાધનપુરમાં બેઠક યોજાઈ.

પાટણ તા. 2 75માં ‘’આઝાદીના અમૃત મહોત્સવ’’ની પૂર્ણાહુતિના ભાગરૂપે આયોજીત કેમ્પેઈન ‘’મારી માટી, મારો દેશ’’ ના કારણે આ વર્ષનો 15મી ઓગષ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ સૌના માટે વિશેષ બની રહેશે. હાલમાં સમગ્ર રાજ્યમાં ધ્વજવંદનની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 15મી ઓગષ્ટના આ વર્ષે પાટણના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે. આ વર્ષની 15 મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી રાધનપુરની આદર્શ શાળા ખાતે કરવામાં આવનાર છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

બુધવારે રાધનપુર પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન ના અધ્યક્ષ સ્થાને જિલ્લાનાં તમામ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની સાથે મીટીંગ યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને તેઓએ કરવાની થતી કામગીરી અંગે સુચન કર્યું હતુ. કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા પોલીસ વડા અને તમામ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી.જે બાદ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ બાબતે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે, જિલ્લા કક્ષાની ઉજવણીમાં જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન છે ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર 15 મી ઓગસ્ટનો કાર્યક્રમ ભવ્ય બને તે માટે કટિબદ્ધ છે.જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે મંથન કર્યું હતું. 15મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે. ત્યારે આઝાદીના પર્વને પાટણ જિલ્લાના નાગરિકો ઉલ્લાસભેર ઉજવે તે માટે તંત્ર તૈયારી કરી રહ્યું છે.15મી ઓગષ્ટની પૂર્વતૈયારીના ભાગરૂપે આયોજીત બેઠકમાં જિલ્લા નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ,પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં બે હજાર વર્ષ જુના પાવૈયા પરીવારના માઢનું નવનિર્માણ સાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પાવૈયા પરિવારના...

પાટણની કડવા પાટીદાર સમાજની વાડી ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

પાટણની કડવા પાટીદાર સમાજની વાડી ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. ~ #369News

જે ત્રણ રથોમાં બિરાજમાન થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે તે ત્રણેય રથોની સફાઈ કામગીરી શરૂ કરાઈ..

મુસ્લિમ અને રાણા પરિવારના યુવાનો વર્ષોથી ભગવાનના રથોની સફાઈ...

પાટણમાં નવરાત્રીમેળા થકી રોજગારી મેળવતી સ્વસહાય જૂથોની બહેનો.

નવરાત્રી પર્વને લગતી વસ્તુઓના વેચાણ માટે નવરાત્રી મેળાનું જિલ્લા...