પાટણ તા. 5
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ના માર્ગ દર્શન હેઠળ આત્મા વિભાગ ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ સહિતના અન્ય વિભાગો દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રત્યન કરવામાં આવી રહ્યાં છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, ગુજરાતને આત્મનિર્ભર કૃષિથી સમૃદ્ધ બનાવીએ ના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવા પાટણ જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે નવો આયામ રચી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીએ પ્રથમ પગલું છે. જેમાં દેશી ગાયનો ફાળો છે. આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકો નો ઉપયોગ થતો નથી, તેથી તે ઓછા ખર્ચે થતી ખેતી છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને મદદરૂપ બનવા સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટેની યોજના અમલમાં મુકી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા 900 પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામા આવે છે.
પાટણ જિલ્લામાં અત્યાર સુધી ખેડૂત લાભાર્થીઓને વર્ષ 2023-24 દરમ્યાન પાટણ જિલ્લાના 5507 ખેડૂત લાભાર્થીઓને રૂ. 297.38 લાખનો પ્રથમ હપ્તો તેમજ 5267 ખેડૂત લાભાર્થીઓને રૂ 284.42 લાખના બીજા હપ્તાની ચૂકવણી સહિત કુલ ખેડુતોને કુલ રૂ.581.8 લાખની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના ખેડૂતો સહિત પાટણ જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારે તે માટે વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આમ ગાય આધારિત ખેતી માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020-2021 માં યોજના બહાર પાડવામાં આવેલ હતી. જેમાં દેશી ગાય માટે સહાય આપવાની યોજના પણ સામેલ હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી